વાયનાડમાં રાહુલ સામે ભારત ધર્મ જન સેનાના વેલ્લાપલ્લી

Wednesday 03rd April 2019 08:53 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપના પ્રમુખ અમીત શાહે જાહેર કર્યું હતું કે કેરળમાં ભાજપના સાથી પક્ષ ભારત ધર્મ જન સેનાના તુષાર વેલાપલ્લી કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી સામે વાયનાડમાંથી ચૂંટણી લડશે.
કોંગ્રેસે રવિવારે કહ્યું હતું કે રાહુલ ગાંધી વાયનાડમાંથી પણ ચૂંટણી લડશે જે કેરળમાં કોંગ્રેસનો મજબૂત ગઢ મનાય છે. રાહુલ ગાંધી અમેઠીમાંથી તો લડશે જ.
'એનડીએના સાથી ભારત ધર્મ જન સેનાના પ્રમુખ તુષાર વેલાપલ્લી વાયનાડમાંથી રાહુલ ગાંધી સામે લોકસભાની ચૂંટણી લડશે. તેઓ યુવા, ગતિશિલ અને ધગશ વાળા નેતા છે. તેઓ ભાજપના સામાજીક ન્યાય અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની સાથે એનડીએ કેરળમાં એક
રાજકીય વિકલ્પ તરીકે ઊભરી આવશે' એમ શાહે ટ્વિટ કરીને કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter