નવીદિલ્હી: વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ (૬૬)એ આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. સુષમાએ ઇંદોરમાં આ જાહેરાત કરી હતી. તેમણે આ માટે સ્વાસ્થ્યનું કારણ કહ્યું હતું. આ પ્રકારના નિર્ણય પક્ષ કરે છે, પણ મેં આગામી ચૂંટણી નહીં લડવા નક્કી કરી લીધું છે. સુષમા વિદિશાથી લોકસભાનાં સંસદસભ્ય છે. તેમણે ૨૦૦૯ અને ૨૦૧૪માં વિદિશાથી લોકસભા ચૂંટણી જીતી હતી. ૨૦૧૪માં તેમણે કોંગ્રેસના લક્ષ્મણસિંહને ચાર લાખ કરતાં વધુ મતોથી હરાવ્યા હતા. તેમણે સૌથી પહેલી ચૂંટણી ૧૯૭૭માં લડી હતી ત્યારે તેઓ ૨૫ વર્ષનાં હતાં. તેઓ હરિયાણાની અંબાલા બેઠકથી ચૂંટણી જીતીની દેશના સૌથી યુવા વિધાનસભ્ય બન્યાં હતાં.


