વિદેશથી પૈસા મોકલવામાં ભારતીયો પ્રથમ

Wednesday 12th December 2018 05:09 EST
 
 

વોશિંગ્ટનઃ વર્લ્ડ બેંક દ્વારા જારી એક આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે વિદેશથી પોતાના વતનમાં ધન મોકલવા મુદ્દે ભારત આજે પણ ટોચના દેશોમાં ટોપ પર છે. ફરી વખત મોટા પ્રમાણમાં વિદેશથી ભારતમાં ધન મોકલવામાં આવ્યું છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયોએ વિદેશથી આ વર્ષે ૮૦ બિલિયન ડોલર મોકલ્યા હતા. જ્યારે ૬૭ બિલિયન ડોલર સાથે ચીન બીજા છે અને ત્રીજા ક્રમે ફિલિપાઇન્સ અને મેક્સિકો છે.
વર્લ્ડ બેંકના માઇગ્રેશન ડેવલપમેન્ટ બ્રીફની હાલના એડિશનમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી વિદેશથી ભારતમાં પૈસા મોકલવામાં ભારતીયો ટોચના સ્થાને છે. જ્યારે આ મામલે ચીનને પણ પાછળ રાખી દીધા છે. મોટા ભાગે પરિવાર ભારતમાં રહેતો હોય અને જોબ કે અન્ય કોઇ કામ માટે વિદેશ ગયેલા ભારતીયો પોતાના પરિવાર માટે ભારત પૈસા મોકલતા હોય છે અને તેનું પ્રમાણ વધુ હોવાનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે મોટા પ્રમાણમાં ભારતીયોએ રોજગારી માટે વિદેશમાં જવું પડી રહ્યું છે. પ્રવાસી ભારતીયોએ આ વર્ષે ૮૦ બિલિયન ડોલર ભારત મોકલ્યા હતા. ૬૭ બિલિયન ડોલર મોકલવા બદલ ચીની નાગરિકો બીજા ક્રમે છે. વિકસિત દેશોને મોકલવામાં આવેલું વિદેશી ધનનું પ્રમાણ પણ વધ્યું છે.
સામાન્ય રીતે વિદેશથી જ્યારે ધનની આવક વધે છે ત્યારે દેશના જીડીપીમાં પણ ઉછાળો આવી શકે છે અને તેનાથી અર્થતંત્રને પણ ફાયદો થવાની શક્યતાઓ છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને બ્રિટન તેમજ ઓસ્ટ્રેલિયા જેવા દેશો ભારતીયો અને વિદેશીઓ માટે રસ્તા બંધ કરી રહ્યા છે. તેમને પોતાના દેશમાં પ્રવેશતા અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે જે સ્થિતિ વચ્ચે પણ ભારતીયો સંઘર્ષ કરીને વિદેશમાં પૈસા કમાઇ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter