વિવાદાસ્પદ ઈસ્લામિક ધર્મગુરુ ઝાકિર નાઈકની રૂ. ૫૦ કરોડની સંપત્તિ જપ્ત

Friday 03rd May 2019 08:15 EDT
 

મુંબઈઃ વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક ઝાકિર નાઇક વિરુદ્ધ ઇડીએ મુંબઇની કોર્ટમાં ટેરર ફન્ડિંગ, મની લોન્ડરિંગના આક્ષેપ સાથે ચાર્જશીટ દાખલ કરી છે. ઝાકિર નાઇકના પ્રવચનોમાંથી પ્રેરણા મેળવનાર બંધુકધારીએ તાજેતરમાં ઢાકા કાફે પર હુમલો કરતાં ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા બાદ ઝાકિર પર ભારતની તપાસ એજન્સીઓ ગાળિયો કસી રહી છે.

એનઆઈએ તપાસ પછી ઝાકિર નાયકના નાણાકીય અપરાધોની તપાસ કરી રહેલી તપાસ એજન્સી ઇડીએ કોર્ટ સમક્ષ બીજી ચાર્જશીટ દાખલ કરતાં જણાવ્યું હતું કે, રૂ. ૧૯૩.૦૬ કરોડની મિલકતોની તે ઓળખ કરી ચૂકી છે. તપાસ એજન્સી તે પૈકી રૂ. ૫૦.૪૬ કરોડની મિલકતો પર ટાંચ મૂકી ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter