વિશ્વ બેંક સોલાર પ્રોજેક્ટ માટે ભારતને એક બિલિયન ડોલરની લોન આપશે

Friday 01st July 2016 08:21 EDT
 
 

નવી દિલ્હી: વિશ્વ બેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમની ભારત મુલાકાત દરમિયાન તેમણે ભારતના સોલાર પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે એક બિલિયન ડોલરની લોન આપવાની જાહેરાત કરી છે. વિશ્વ બેંક તરફથી ઓછા વ્યાજદરે મળનારી લોનથી ભારતના આખા સોલાર પ્રોજેક્ટને નવી દિશા મળશે.

ભારતની સૌરઉર્જાની ક્ષમતા વધારવા માટે વિશ્વ બેંકે ૧ અબજ ડોલર એટલે કે રૂ. ૬૭૦૦ કરોડની લોન આપવાની જાહેરાત કરી છે. ભારતના પ્રવાસે આવેલા વિશ્વ બેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમ સાથે એ માટેના કરાર કરવામાં આવ્યા હતા.

વિશ્વ બેંકે સોલાર પ્રોજેક્ટ માટે વિશ્વમાં ક્યાંક પણ ફાળવેલી આ સૌથી મોટી લોન હશે. આટલી માતબર રકમની લોન અગાઉ ક્યારેય વિશ્વ બેંક દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ કોઈ પણ દેશને આપવામાં આવી નથી. વિશ્વ બેંકના મતે ભારતમાં સોલાર પાવર ઉત્પાદનની વિપુલ શક્યતાઓ છે અને એ જ કારણે ભારત વધુને વધુ સૌર ઉર્જા તરફ વળે એવા પ્રયાસો કરાશે.

ભારતમાં સોલાર પાવરનું ઉત્પાદન કરે એવા છાપરાની ટેકનોલોજી ઉપરાંત સાર પાર્ક્સ તેમજ સૌર ઉર્જા જ્યાંથી સૌથી વધુ શક્ય હોય એવા રાજ્યોમાં વિશાળ લાઈન બિછાવવાના કામ વિશ્વ બેંક દ્વારા મળનારી લોનમાંથી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter