વિશ્વની ટોચની ૫૦૦ મૂલ્યવાન કંપનીઓની યાદીમાં ભારતની ૧૨ કંપનીનો સમાવેશ

Sunday 29th August 2021 05:23 EDT
 
 

નવીદિલ્હીઃ હુરૂન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વિશ્વની ટોચની ૫૦૦ સૌથી વધુ મૂલ્યવાન ખાનગી કંપનીઓની યાદીમાં ભારતની ૧૨ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જારી થયેલી આ યાદી પ્રમાણે ભારતીય કંપનીઓમાં રિલાયન્સ સૌથી મોખરે છે. તે પછીના ક્રમે ટીસીએસ (તાતા કન્સલ્ટન્સી સર્વસિસ) અને એચડીએફસી બેન્કો સમાવેશ થાય છે. વિશ્વની પ્રથમ ક્રમની સૌથી મૂલ્ય ધરાવતી કંપની એપલ બની રહી છે.  વૈશ્વિક યાદીમાં સામેલ ચાર ટોચની કંપનીઓ એપલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન અને આલ્ફાબેટની ખાસિયત એ રહી છેક કોવિડકાળમાં તેમનું મૂલ્ય બમણું થઈ ગયં છે. આ ચારેય કંપનીનું કુલ મૂલ્ય કવિડ ટાઇમમાં ચાર લાખ કરોડ ડોલર (૨૯૭.૬૧ લા કરોડ રૂપિયા)થી વધીને ૮ લાખ કરોડ ડોલર (૫૯૫.૨૨ લાખ કરોડ ડોલર) થઈ ગયું. યાદીમાં અમેરિકાની ૨૪૩, ચીનની ૫૪૭ અને જાપાનની ૩૦ કંપનીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં સામેલ થવા માટે ૩૬૬૦ કરોડ ડોલર (૨.૭૨ લાખ કરોડ રૂપિયાની) મૂડીને કટઓફ રાખવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter