વિશ્વનો સંરક્ષણ ખર્ચ રૂ. ૧.૪૬ લાખ અબજઃ ભારત પ્રથમ વખત ટોપ-૩માં

Tuesday 28th April 2020 16:13 EDT
 

સ્ટોકહોમઃ સ્વિડનની ‘સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પિસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ’ દ્વારા તાજેતરમાં જગતના સંરક્ષણ ખર્ચ અંગેનો વર્ષ ૨૦૧૯ માટેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે ૨૦૧૯માં દુનિયાના દેશોએ કુલ મળીને ૧૯૧૭ અબજ ડોલર (રૂપિયા ૧,૪૫,૯૫૫ અબજ)નો ખર્ચ કર્યો છે. ૨૦૧૮ કરતા આ ખર્ચ ૩.૬ ટકા વધારે હતો. છેલ્લા એક દાયકામાં થયેલો આ સૌથી મોટો વધારો છે. અગાઉના કોઈ વર્ષમાં સાડા ત્રણ ટકા જેટલો વધારો નોંધાયો નથી. સૌથી વધુ ખર્ચ કરનારા દેશ તરીકે અમેરિકા નંબર વન છે, જ્યારે ચીન બીજા ક્રમે છે. ભારત પહેલી વાર સૌથી વધુ લશ્કરી ખર્ચ કરનારા દેશોના લિસ્ટમાં ત્રીજા ક્રમે આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter