વિશ્વપટલ પર છવાયો એક જ નાદઃ સિયાવર રામચંદ્ર કી જય

Wednesday 24th January 2024 08:22 EST
 
 

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય મંદિરમાં રામલલાની પધરામણી પ્રસંગે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં પણ ભારતીય સમુદાય વસે છે ત્યાં અનોખા આનંદ-ઉલ્લાસનો માહોલ છવાયો હતો. રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભલે હજારો માઇલ દૂર વતનમાં ઉજવાઇ રહ્યો હતો, પરંતુ કોઇના ઉત્સાહમાં રતિભારની ઓછપ નહોતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સપરમા પર્વે કોઇએ ભજનકીર્તન કરીને પ્રસંગ ઉજવ્યો તો કોઇ રામધૂનમાં મગ્ન થયું, કોઇએ કેસરિયા ધજા ફરકાવીને રામનામનો જયઘોષ કર્યો તો કોઇએ બાઇક-કાર રેલી યોજીને પોતાનો આનંદ પ્રકટ કર્યો. અંતરમાં છલકતો આનંદ-ઉલ્લાસ વ્યક્ત કરવાની સહુ કોઇની પદ્ધતિ ભલે અલગ હતી, પરંતુ ઉદ્દેશ એક જ હતો - રામજીના આગમની વધામણી. ભારતથી લઇને બ્રિટન, સીતામાતાના વતન નેપાળથી માંડીને ન્યૂ યોર્ક અને ત્રિનિદાદથી માંડીને તાઇવાન સુધી રામનામનું મોજું ફરી વળ્યું હતું.
આ ઐતિહાસિક પ્રસંગની વિશ્વભરમાં થયેલી ઉજવણીનો
વિશેષ અહેવાલ વાંચો પાનઃ 18-19


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter