વિશ્વમાં હાહાકાર મચાવનારા છ જીવલેણ કોરોના વેરિયન્ટમાંથી ૩નો ભારતમાં ઉપદ્રવ

Friday 30th April 2021 06:45 EDT
 

નવી દિલ્હીઃ કોવિડ-૧૯ વિશ્વમાં હાહાકાર મચાવનારા છ કોરોના વેરિયન્ટમાંથી ત્રણનો ભારતમાં ઉપદ્રવ જોવાઇ રહ્યો છે. દેશમાં ૧૫,૦૦૦ વાઇરસ સિકવન્સમાંથી ૧૧ ટકા UK, SK અને બ્રાઝિલ વેરિયન્ટ છે. વેરિયન્ટમાંથી સૌથી વધારે સંખ્યા યુકે વેરિયન્ટની છે. બંગાળમાં સૌથી વધારે દક્ષિણ આફ્રિકાના વેરિયન્ટ જોવાયા છે. અહેવાલો અનુસાર વિશ્વભરમાં કુલ છ કોરોના વેરિયન્ટ છે જેની લપેટમાં વિશ્વના સૌથી વધારે લોકો આવ્યા છે. આ છ વેરિયન્ટમાંથી ત્રણ વેરિયન્ટ -યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સૌથી વધારે જોવા મળી રહ્યા છે.
વેક્સિનેશનનું નીચું પ્રમાણ પણ જવાબદારઃ નિષ્ણાત
વાયરોલોજીસ્ટ ડો. શાહીલ જમીલ કહે છે કે તેમણે ૧૫૦૦૦ રિપોર્ટ પર સંશોધન કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે તેમાંથી ૧૧ ટકા નમૂનામાં આ ત્રણ વેરિયન્ટ સામેલ હતાં. ડોકટર જમીલે જણાવ્યું હતું કે દેશમાં ફકત ૧.૫ ટકા લોકોને વેકિસનના બન્ને ડોઝ મળી ચુકયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter