વીતેલા વર્ષ ૨૦૧૯નું વિહંગાવલોકન - ભારતઃ ત્રિપલ તલાક કાયદો અને કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ રદ, સીએએ બિલ પસાર

વીતેલા વર્ષ ૨૦૧૯નું વિહંગાવલોકન - ભારત

Thursday 16th January 2020 02:33 EST
 
રામલલ્લાની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ અયોધ્યામાં વિવાદિત સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. મસ્જિદના ગુંબજની જગ્યા હિંદુ પક્ષને સોંપવાનો જ્યારે મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા અયોધ્યામાં અન્ય સ્થળે પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ.
 

(ગતાંકથી ચાલુ...)
જુલાઈ
• માનસરોવર યાત્રામાં ઓક્સિજન અછતથી સાત શ્રદ્ધાળુના મોત
• ઉદ્યોગપતિ બી. કે. બિરલાનું નિધન
• મુંબઈ જળબંબાકાર, ચિપલૂણમાં ડેમ તૂટતાં ૧૧નાં મોત
• આસામમાં મગજના તાવથી ૫૦નાં મોત
• જયપુર સિટીનો યુનેસ્કો હેરિટેજ યાદીમાં સમાવેશ
• આસામ બિહારમાં પૂરઃ ૧૫નાં મોત, ૧૮ લાખ અસરગ્રસ્ત
• વિવાદ બાદ લોકસભામાં એનઆઈએ ખરડો પસાર
• કુલભૂષણ જાધવના મૃત્યુદંડ સામે સ્ટેઃ આઈસીજે
• કર્ણાટક સરકાર તૂટીઃ મુખ્ય પ્રધાન કુમાર વિશ્વાસનું રાજીનામું
• ત્રિપલ તલાક બિલને રાજ્યસભાની મંજૂરી

ઓગસ્ટ
• કાશ્મીરમાં ૩૭૦ કલમ રદઃ એક રાષ્ટ્ર - એક રાષ્ટ્રધ્વજ
• ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું નિધન
• કાફે કોફી ડેના માલિક વી.જી. સિદ્ધાર્થનું રહસ્યમય મૃત્યુ
• અરામ્કોની રિલાયન્સમાં ૧૫ બિલિયન ડોલર રોકાણની જાહેરાત
• ફિલ્મ ડિરેક્ટર જે. ઓમપ્રકાશનું અવસાન
• પૂર અને વરસાદથી ૬ રાજ્યમાં ૨૦૦નાં મોત નોંધાયા
• પીઢ અભિનેત્રી વિદ્યા સિંહાનું નિધન
• ભાજપના પીઢ નેતા અને કાયદાવિદ્ અરુણ જેટલીનું અવસાન
• પૂર્વ ગૃહ-નાણાં પ્રધાન ચિદમ્બરમની ૬ કેસમાં નાટકીય ધરપકડ

સપ્ટેમ્બર
• આસામમાં એનઆરસીઃ ૧૯ લાખ ભારતીય નાગરિક્તાથી વંચિત
• દિલ્હીમાં ગુજરાત સરકારના ગરવી ગુજરાત ભવનનું લોકાર્પણ
• ચંદ્રયાન-૨નું લેન્ડર ‘વિક્રમ’ અવકાશમાં ગુમ
• ભારતીય પત્રકાર રવિશ કુમારને મેગ્સેસે એવોર્ડ
• જાણીતા વકીલ પૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ જેઠમલાણીનું નિધન
• રૂ. ૨૦૦૦ કરોડના સૈન્ય શસ્ત્રોની ખરીદીને સરકારની મંજૂરી
• ભારે વરસાદ પછી ૧૬ હજારનું મધ્ય પ્રદેશમાંથી સ્થળાંતર
• હોરર ફિલ્મોના સરતાજ શ્યામ રામસેનું નિધન
• ભારતમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડોઃ ૩૦ ટકામાંથી ૨૨ ટકા કરાયો
• સ્વામી ચિન્મયાનંદની રેપ કેસમાં ધરપકડ
• વાઈસ ચિફ માર્શલ ભદોરિયા વાયુસેનાના નવા પ્રમુખ
• હિઝબુલના ૩ આતંકીઓની જમ્મુ - કાશ્મીરમાંથી ધરપકડ
• ‘અસ્ત્ર’ મિસાઈલનું સફળ પરીક્ષણ
• ત્રિપુરાના મંદિરોમાં પશુ બલિ પર હાઈ કોર્ટ દ્વારા પ્રતિબંધ
• પીઢ અભિનેતા વિજુ ખોટેનું નિધન

ઓક્ટોબર
• મુંબઇની આરે કોલોનીનાં ૨૧૪૧ વૃક્ષોનું નિકંદન
• ટીવી નાઈનના પૂર્વ સીઈઓ વી. રવિપ્રકાશની ધરપકડ
• ચીનના પ્રમુખ ભારત પ્રવાસેઃ બંને દેશો એક થઈ આતંક સામે લડશે
• કાશ્મીરમાં પોસ્ટપેઈડ મોબાઈલ સુવિધા શરૂ
• કેરળના નન મરિયમ થ્રેસિયાને પોપ ફ્રાન્સિસે સંતની ઉપાધિ આપી
• ફ્રોડ કેસમાં રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દરની ધરપકડ
• વિશ્વમાં સૌથી વધુ સુખી મુસ્લિમો ભારતમાંઃ સંઘના વડા ભાગવત
• લખનૌમાં હિંદુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાઃ સુરતમાંથી ૩ની ધરપકડ
• મુખ્ય પ્રધાન કમલ નાથના ભાણેજ રતુલ પુરીની મની લોન્ડરિંગ કેસમાં અટક
• લદ્દાખમાં ચિનયેન પુલનું રાજનાથ સિંહ દ્વારા ઉદઘાટન
• જમ્મુ-કાશ્મીર બેંકમાં રૂ. ૧૧૦૦ કરોડનું કૌભાંડ ઝડપાયું

નવેમ્બર
• મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારીઃ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાયું
• યુએસ રાજદૂત કેનેથની અરુણાચલ મુલાકાતથી ચીન ખફા
• ચિરાગ રામવિલાસ પાસવાન એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ
• જર્મન ચાન્સેલર મર્કેલ ભારત મુલાકાતઃે બંને દેશો વચ્ચે ૨૦ સમજૂતી કરારો પર હસ્તાક્ષર
• જમ્મુ-કાશ્મીરના બાંદિપોરામાં બે આતંકીઓ ઠાર
• પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. શેષનનું અવસાન
• ‘બુલબુલ’ વાવાઝોડુંઃ ૧૦નાં મોત, ૨.૭૩ લાખ પરિવારો અસરગ્રસ્ત
• લેખક–પત્રકાર આતિશ તાસીરની ભારતીય નાગરિકતા રદ
• સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસ પદે જસ્ટિસ એસ. એ. બોબડે
• સિયાચીનમાં હિમસ્ખલનઃ ૬નાં મોત
• રાફેલ સોદામાં કોર્ટની ફરી ક્લિન ચીટઃ બધી અરજી રદ
• સબરીમાલામાં રજસ્વલા મહિલાને પ્રવેશ નહીંઃ મંદિર ટ્રસ્ટ
• રાજનાથ સિંહની અરુણાચલ મુલાકાત સામે ચીનનો કકળાટ
• કર્ણાટકના ૧૭ ગેરલાયક ધારાસભ્યો પૈકી ૧૬ ભાજપમાં
• મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું પટનામાં અવસાન
• ચંદ્રયાન-૩ નવેમ્બર-૨૦૨૦ સુધીમાં લોન્ચ થવાની ‘ઈસરો’ દ્વારા જાહેરાત
• આરકોમને રૂ. ૩૦૧૪૨ કરોડની જંગી ખોટઃ નાદારીના પંથે
• સુભાષ ચંદ્રાનું ઝીના ચેરમેન પદેથી રાજીનામું

ડિસેમ્બર
• ‘ઈસરો’એ કાર્ટોસેટ–૩ લોન્ચ કર્યોઃ ભારત અંતરીક્ષમાંથી પાડોશી દેશો પર નજર રાખશે
• ઓરિએન્ટલ ગ્રૂપનું રૂ. ૩૦૦૦ કરોડનું કાળું નાણું ઝડપાયું
• શ્રીલંકન રાષ્ટ્રપતિ ભારત મુલાકાતેઃ
• તામિલનાડુમાં ભારે વરસાદઃ ૧૭નાં મોત
• મહારાષ્ટ્રઃ ભાજપના વોકઆઉટ વચ્ચે ઉદ્ધવ વિશ્વાસ મત જીત્યા
• દિલ્હીમાં ૪ માળની ઈમારતમાં ભીષણ આગઃ ૪૩ને ભરખી ગઈ
• વિપક્ષના વિરોધ વચ્ચે સંસદમાં નાગરિક્તા સંશોધન બિલ પસાર
• હૈદરાબાદમાં યુવતી પર ગેંગરેપઃ ચારે આરોપીનું એન્કાઉન્ટર
• કર્ણાટકમાં પેટા-ચૂંટણીઃ યેદિયુરપ્પા સરકારે સ્પષ્ટ બહુમતી મેળવી
• ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતા કુલદીપ સેંગર દુષ્કર્મ માટે દોષિત
• લેફ. જનરલ મનોજ મુકુંદ નરવણે ભારતના નવા આર્મી ચિફ
• સીએએ મુદ્દે ભારતીય મુસ્લિમોને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છેઃ મોદી
• ઝારખંડઃ ઝામુમો - કોંગ્રેસ ગઠબંધન, હેમંત સેરેન મુખ્ય પ્રધાન
• રાંચી નિર્ભયા રેપકેસઃ રાહુલ રોયને ફાંસી ફટકારાઈ
• નટસમ્રાટ શ્રીરામ લાગુનું નિધન (સમાપ્ત)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter