વોટ્સએપ કોને પૂછીને યુઝર્સનો ડેટા શેર કરે છે? : સુપ્રીમનો સવાલ

Thursday 18th May 2017 08:53 EDT
 

નવી દિલ્હીઃ મોબાઈલ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા વપરાશકારો (યુઝર્સ)ની પ્રાઈવસીનો ભંગ કરાય છે. એટલે કે વોટ્સએપ તેની પાસે રહેલી યુઝર્સની માહિતી ફેસબુક સહિતની કંપનીઓને કમર્શિયલ ઉપયોગ માટે પૂરી પાડે છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. ૧૫મીએ વોટ્સએપની પ્રાઈવસી પોલીસી અંગે સુપ્રીમે સવાલ કર્યો હતો કે, વોટ્સએપ કોને પૂછીને યુઝર્સનો ડેટા શેર કરે છે? ભારતમાં વોટ્સએપના ૨૦ કરોડથી વધારે સક્રિય વપરાશકારો છે. એ વપરાશકારોના ફોન નંબર, મોબાઈલ, ચેટ, સરનામું સહિતની અનેક વિગતો વોટ્સએપ પાસે હોય છે. વોટ્સએપ એ માહિતીનો ઉપયોગ કમર્શિયલ ધોરણે કરે છે. ફેસબુકે વોટ્સએપને ખરીદી છે. એ પછીથી વોટ્સએપે પોતાની પ્રાઈવસી પોલીસી (માહિતી ગુપ્ત રાખવાની નીતિ)માં ફેરફાર કર્યો છે. હવે વોટ્સએપ પોતાનાં યુઝર્સની માહિતી ફેસબુકને પૂરી પાડે છે અને ફેસબુક દ્વારા તેનો કમર્શિયલ ઉપયોગ કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter