વ્હીકલ સિસ્ટમમાં ખામી: ૫૬ મિનિટ પહેલાં ચંદ્રયાન-૨નું લોન્ચિંગ રોકાયું

Wednesday 17th July 2019 07:27 EDT
 

નવી દિલ્હીઃ ઇસરોના બીજા મૂન મિશન ચંદ્રયાન-૨નું લોન્ચિંગ સોમવારે પરોઢિયે ટેકનિકલ ખામી ઊભી થતાં રોકવામાં આવ્યું છે. ઇસરોના વૈજ્ઞાનિકો નવી તારીખની જાહેરાત કરશે. પરોઢિયે ૨.૫૧ વાગ્યે લોન્ચ થવાની ૫૬ મિનિટ પહેલાં આ મિશનને રોકવામાં આવ્યું હતું. લોન્ચ રોકવામાં આવ્યા બાદ વૈજ્ઞાનિકો એ શોધી રહ્યા છે કે લોન્ચની ગણતરીની મિનિટો પહેલાં આ ખામી કેવી રીતે ઊભી થઈ હતી? જો માત્ર ચાર દિવસમાં આ લોન્ચ ફરી નહીં થાય તો એને આશરે ત્રણ મહિના સુધી ટાળવામાં આવશે અને પછી છેક ઓક્ટોબર મહિનામાં ચંદ્રયાન-૨ લોન્ચ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter