શાહરુખને ફટકોઃ BYJU’Sની જાહેરાતો અટકાવાઈ

Thursday 14th October 2021 02:18 EDT
 
 

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાનને કારણે તેનાં પિતા શાહરુખ ખાની બ્રાન્ડ વેલ્યૂને ફટકો પડ્યો છે. લર્નિંગ એપ BYJU’S દ્વારા અભિનેતા શાહરુખ ખાન દ્વારા કરવામાં આવતા કંપનીના પ્રચારને લગતી તમામ જાહેરાતનું પ્રસારણ રોકાયું છે. શાહરુખ ખાનની અગાઉથી બુક જાહેરાતો રિલીઝ કરવામાં સામે પણ રોક લગાવાઈ છે. શાહરુખની સ્પોન્સરશિપ ડીલમાં બાયજૂસ સૌથી મોટી બ્રાન્ડ હતી. આ બ્રાન્ડ મેળવ્યા પછી શાહરુખને વર્ષે રૂ. ૩થી ૪ કરોડ મળતા હતા. દરમિયાન, હાલ એનસીબીની કસ્ટડીમાં રહેલા પુત્ર આર્યનની જામીન અરજી અંગે કોર્ટ ૧૩ ઓક્ટોબરે સુનાવણ કરશે.
શાહરુખ ૨૦૧૭થી કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. શાહરુખ પાસે હાલ ICICI બેન્ક, રિલાયન્સ જિયો, એલજી, દુબઇ ટુરિઝમ, હ્યુન્ડાઈ જેવી ૪૦ કંપનીઓના કોન્ટ્રેક્ટ છે જેનાં પર એક યા બીજી રીતે હવે લગામ લાગશે. આર્યન ખાનને પકડવામાં આવ્યા પછી સોશિયલ મીડિયા પર શાહરુખને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને તેની બ્રાન્ડને લોકો ટાર્ગેટ કરી રહ્યા છે.
આર્યનની કબૂલાત
આર્યને આખરે એનસીબી સમક્ષ કબૂલાત કરી છે કે, તે ચરસનો બંધાણી છે. ક્રૂઝ ડ્રગ્સ રેવ પાર્ટીના કેસમાં ધરપકડ કરાયા પછી આર્યન ખાન હાલ જેલમાં છે. આર્યન અને અરબાઝ મર્ચન્ટ દ્વારા એનસીબીની પૂછપરછમાં ડ્રગ્સ લેવાની કબૂલાત કરાઈ છે. આર્યને કબૂલ્યું છે કે, તે ચરસ પીવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter