શિખા શર્માને ૨૯ મહિના પહેલાં જ ફરજમુક્ત કરાશે

Wednesday 11th April 2018 08:15 EDT
 
 

મુંબઈઃ એક્સિસ બેન્કનાં બોર્ડે બેન્કના સીઈઓ અને એમડી શિખા શર્માની ચોથી મુદતને ટૂંકાવીને સાત મહિનાની કરી છે. શિખા શર્મા દ્વારા તેમની ચોથી મુદત પૂરી થાય તેના ૨૯ મહિના પહેલાં જ ડિસેમ્બર, ૨૦૧૮થી ફરજમુક્ત કરવામાં આવે તે મુજબ થયેલી અસામાન્ય વિનંતીને પગલે બોર્ડે આ નિર્ણય લીધો છે.
એક બાજુ ખાનગી ક્ષેત્રની આ ત્રીજા ક્રમની સૌથી મોટી બેન્કની વધી રહેલી એનપીએ વચ્ચે બેન્કના એમડી અને સીઈઓપદે શિખા શર્માની સતત ચોથી મુદત માટે થયેલી વરણી સામે રિઝર્વ બેન્કે સવાલ ઉઠાવ્યા છે, તો બીજી બાજુ બેન્ક કૌભાંડોની વણજાર લાગી છે, તેવામાં બોર્ડે આ નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૦૯થી એક્સિસ બેન્કનું સુકાન સંભાળી રહેલા શર્માની બેન્કનાં વડાપદે ત્રીજી મુદત ૩૧ મે, ૨૦૧૮ના રોજ પૂરી થવામાં છે અને બેન્કનાં બોર્ડે ચોથી મુદત માટે પણ તેમની વરણી કરી હતી, જે પહેલી જૂન ૨૦૧૮થી ત્રણ વર્ષ માટેની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter