ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશ શિયા વકફ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ સોમવારે ગાઝિયાબાદમાં આવેલા દશના દેવી મંદિર ખાતે વિધિવત્ રીતે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. એક મહિના પહેલા જ ઇસ્લામની ટીકા કરતા તેમના પુસ્તકના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ વસીમ રિઝવીએ પોતાનું નામ બદલીને જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી કર્યું છે. દશના દેવી મંદિરના મહંત નરસિંઘાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં રિઝવીએ હોમ-હવન સહિતની ધાર્મિક વિધિમાં સામેલ થઇને હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં ઇસ્લામ ધર્મ છોડ્યો નથી, પરંતુ મને તેમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાથી મેં સનાતન ધર્મ અપનાવ્યો છે.


