નવી દિલ્હીઃ ભારત અને બ્રિટનના સંબંધોને વધુ મજબૂત બનાવવાનું ઉમદા કાર્ય કરવા બદલ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન, મુંબઈમાં કાર્ય કરતાં શિરિન મિસ્ત્રીને બ્રિટિશ રોયલ ક્વિન એલિઝાબેથ દ્વારા મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર (એમબીઈ)ના મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
શિરિન આ સન્માન મેળવીને ઘણા પ્રભાવિત થયાં હતાં અને તેમણે આ સન્માન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. શિરિન મિસ્ત્રી બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનમાં ૨૩ વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે. ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજે તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી ત્યારે મુંબઈમાં કમ્યુનિકેશન્સ એન્ડ પબ્લિક અફેર્સ ડિપાર્ટમેન્ટ ફોર વેસ્ટર્ન ઇન્ડિયા ખાતા તરફથી શિરિન મિસ્ત્રીએ ઉમદા કામગીરી બજાવી હતી જેનાથી પ્રિન્સ વિલિયમ અને તેમનાં પત્ની કેટ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.


