શિલ્પા-રાજ કુંદ્રાએ શર્લિન ચોપરા સામે બદનક્ષીનો દાવો માંડ્યો

Wednesday 27th October 2021 06:00 EDT
 
 

અભિનેત્રી શર્લિન ચોપરાએ થોડાક સમય પહેલાં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે સેકસ્યુઅલ હેરેસમેન્ટનો ગંભીર આરોપ મૂકતી પોલીસ ફરિયાદ કરી હતી. હવે આ પ્રકરણે શિલ્પા અને રાજ કુંદ્રાએ તેમની પ્રતિક્રિયા આપી છે. આ દંપતીએ શર્લિન સામે રૂ. ૫૦ કરોડનો બદનક્ષીનો દાવો ઠોક્યો છે. સાથે સાથે જ દંપતીએ શર્લિન દ્વારા કરાયેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. થોડાક દિવસો પહેલાં શર્લિને રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી પર શારીરિક અને માનસિક રીતે સતામણી કરી હોવાનો આરોપ લગાવી મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી હતી. હવે આ જ પ્રકરણે શિલ્પા અને રાજના વકીલે શર્લિન ચોપરા સામે બદનક્ષીનો કેસ ફાઈલ કર્યો છે. આ પ્રકરણે દંપતીના વકીલે એક ઓફિશિયલ નિવેદન બહારપાડી સ્પષ્ટ કર્યું છે કે શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સામે જે પણ આરોપો કર્યા છે તે ખોટા ઉપજાવી કાઢેલા અને પાયાવિહોણા છે અને તેનું કોઈ પ્રમાણ પણ નથી.
આ પહેલાં શર્લિન ચોપરાએ પોર્ન રેકેટ કેસમાં રાજ કુંદ્રાના વિરોધમાં નિવેદન નોંધાવ્યું હતું. આ ઉપરાંત શર્લિને કહ્યું હતું કે રાજ કુંદ્રા અને તેની કંપનીના ક્રિએટીવ ડાયરેકટર મોબાઈલ એપ 'હોટશોટ' માટે શૂટ કરાવવા માટે તેની પાછળ પડી ગયા હતા. આ પ્રકરણે શર્લિને વિગતવાર નિવેદન આપ્યું હતું. જે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફાઈલ કરાયેલી ચાર્જશીટનો મહત્ત્વનો હિસ્સો માનવમાં આવે છે. આ પહેલાં રાજ કુંદ્રાએ પોર્નોગ્રાફી કેસમાં બે મહિના જેલમાં વિતાવવા પડયા હતા. ૨૧ સપ્ટેમ્બરના રાજ કુંદ્રાનો જેલમાંથી જામીન પર છુટકારો થયો છે. પોર્નાગ્રાફી કેસમાં કુંદ્રાની ધરપકડ બાદ પત્ની શિલ્પાને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter