શિવસેનાએ છેડો ફાડ્યો છતાં મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની બેઠકમાં ૧૭૫ ટકા વધારો

Friday 24th February 2017 01:58 EST
 
 

મુંબઈ: નોટબંધી બાદ ફરી એકવાર ભાજપને મોટો ફાયદો મળ્યો છે. શિવસેના સાથે સંબંધ તોડ્યા બાદ મહારાષ્ટ્ર સ્થાનિક એકમોની ચૂંટણીમાં તેને ઐતિહાસિક સફળતા મળી છે. એશિયાની સૌથી શ્રીમંત (૪૦ હજાર કરોડ બજેટ) મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં તેને ૨૨૭માંથી ૮૨ સીટ મળી છે. ગઈ વખતે ભાજપને ૩૧ સીટ મળી હતી. સમગ્ર મહારાષ્ટ્રમાં આ આંકડામાં ૧૭૫ ટકાનો વધારો રહ્યો છે.

૧૦ કોર્પોરેશનોમાંથી ૮માં તે સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. એટલું નહીં, કોર્પોરેશનોમાં તેની સીટો ૭૪ ટકા વધીને ૨૫૦૦ ટકા જેટલી વધી ગઇ છે. જોકે, બીએમસીમાં ૮૪ સીટ જીતીને શિવસેના સૌથી મોટી પાર્ટી છે, પણ બહુમતી (૧૧૪)થી તે ઘણી દૂર છે. મુંબઈ સિવાય શિવસેના થાણેમાં સૌથી મોટી પાર્ટી બની છે. કોંગ્રેસને પિંપરી ચિંચવાડમાં કોઇ સીટ નથી મળી અને રાજ ઠાકરેની એમએનએસને ૬ કોર્પોરેશનોમાં સીટ નથી મળી. કોંગ્રેસના પિંપરીમાં સૂપડાં સાફ, ૪ પાલિકામાં ૩ નંબરે, MNSને ૬ પાલિકામાં કોઈ સીટ નહીં

• નાગપુરઃ ૧૫૧ સીટ. ભાજપને ૧૦૮ સીટ, એટલે કે પાછલી વખત કરતા ૭૪ % વધારે.

શિવસેનાને માત્ર ૨ સીટ.

• પૂણેઃ ૧૬૨માંથી ભાજપને ૯૮ સીટ મળી. ૨૦૧૨માં ૨૬ સીટ હતી. એટલે કે ૨૭૭ % સીટ વધી.

• ઉલ્હાસનગરઃ ૭૮ સીટમાંથી છેલ્લે ભાજપ ૧૧ સીટ પર હતી. વખતે ૩૨ એટલે કે ૧૯૧ % વધારે સીટો જીતીને આગળ છે.

• નાસિકઃ ૧૨૨ સીટમાંથી ૨૦૧૨માં ભાજપ ૧૪ પર હતી. વખતે ૬૬ સીટ એટલે કે ૩૭૧ % વધુ જીતી.

• થાણેઃ ૧૩૧ સીટ પૈકી શિવસેનાને ૬૭ સીટ મળી, જ્યારે ભાજપને ૨૩ સીટ. તે પાછલી ચૂંટણી કરતાં ૧૮૭ % વધારે છે.

• અકોલાઃ ૮૦ સીટ પૈકી ભાજપ ૩૧ જીતી. પાછલી વખતે ૧૮ સીટ હતી. એટલે કે ૭૨ % વધારે.

• અમરાવતીઃ ૮૭ સીટોમાંથી ભાજપે ૪૫ જીતી. ૨૦૧૨માં ૭ હતી. ૫૪૩% વધારે સીટ મળી.

• પિંપરી ચિંચવાડઃ ૧૨૮ સીટ, ભાજપની ત્રણ સીટ હતી વખતે ૭૮ એટલે કે ૨૫૦૦ % વધારે. કોંગ્રેસનાં પિંપરીમાં સૂપડાં સાફ, ૪ પાલિકામાં ૩ નંબરે, MNSને ૬ પાલિકામાં કોઈ સીટ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter