નવી દિલ્હીઃ પટિયાલા હાઉસ કોર્ટ ૧૯૮૪ શીખ વિરોધી રમખાણ સાથે જોડાયેલાં એક હત્યા કેસમાં બે દોષીને સજા સંભળાવી છે. આ કેસમાં દોષી યશપાલને ફાંસીની સજા જ્યારે બીજા દોષી નરેશ સેહરાવતને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. સીટ દ્વારા દાખલ કરવામાં આવેલાં ૫ મામલામાં આ પહેલો કેસ છે જેમાં ચુકાદો આવ્યો છે. કોર્ટે કહ્યું કે ૧૯૮૪માં જે કંઈ થયું તે નિર્મમ હતું.
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જજ અજય પાંડેએ કોર્ટ રૂમના બદલે પટિયાલા હાઉસ કોર્ટના લોકઅપમાં ચુકાદો સંભળાવ્યો હતો. શીખ રમખાણના ૩૪ વર્ષ પછી ૧૪ નવેમ્બરે પહેલી વખત બે લોકોને દોષી જાહેર કર્યાં પછી બે દોષિતોમાંથી એક પર કોર્ટરૂમની બહાર નીકળતાં જ અકાલી નેતા મનજિંદર સિંહ સિરસાએ હુમલો કરી દીધો હતો. પટિયાલા હાઉસ કોર્ટમાં પણ ભારે હોબાળો થયો હતો. જેથી લોકઅપમાં જ આરોપીને સજા સંભળાવવામાં આવી હતી.

