પટણાઃ જનતાદળ (યુ)ના સસ્પેન્ડેડ નેતા અને બિહાર સરકારમાં પ્રધાન રહેલા શ્યામ રજક રાજદમાં પાછા ફર્યાં છે. ૧૧ વર્ષ બાદ રાજદમાં તેમની વાપસી થઇ છે. પટણામાં તેજસ્વી યાદવે તેમને ૧૭મી ઓગસ્ટે પક્ષમાં સામેલ કર્યાં હતાં.
રજકે દાવો કર્યો કે, જદયુમાં લગભગ ૯૯ ટકા લોકો મુખ્ય પ્રધાન નીતિશકુમારથી નારાજ છે. દરમિયાન, રાજદને પણ એક ફટકો પડ્યો છે. સાસારામની પક્ષમાં ધારાસભ્ય અશોકકુમાર કુશવાહાએ પક્ષપલટો કર્યો છે. તેના જદયુમાં જોડાવવા છે જ્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના ઓરોપસર રાજદમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા ૩ ધારાસભ્યો પ્રેમા ચૌધરી, મહેશ્વર યાદવ અને ફરાઝ ફાતમી પણ જદયુમાં જોડાશે.