જમ્મુઃ કાશ્મીર ખીણના લદ્દાખ ક્ષેત્ર સાથે સાંકળતા ૪૩૪ કિમી લાંબા શ્રીનગર-લેહ નેશનલ હાઇવે જોજીલા પાસ વાહનવ્યવહાર માટે ફરી ખૂલી ગયો છે. ફોતુલા પાસ પછી દેશમાં સૌથી ઊંચાઈએ આવેલો આ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હાઇવે ભારે હિમવર્ષા પછી ડિસેમ્બરમાં બંધ કરી દેવાયો હતો. આ હાઇવે ૫૦ ફૂટ સુધીના બરફથી ઢંકાઈ ગયો હતો. તેના મેન્ટેનન્સની જવાબદારી બીઆરઓ પાસે છે. તેના જવાનોએ ૧૦૦થી વધુ સ્થાનિક લોકોની મદદથી બે મહિનાથી પણ ઓછા સમયમાં બરફ હટાવીને હાઇવેને ખુલ્લો કર્યો છે.