રામનાથપુરમઃ કાચાથિવુ ટાપુમાંથી માછીમારી કરી પરત ફરી રહેલા તમિલનાડુના માછીમારો પર શ્રીલંકાની નેવીએ હુમલો કરી તેમની ૨૦ હોડીઓનો છઠ્ઠીએ કચ્ચરઘાણ કરી નાખ્યો હતો.
આ હુમલામાં ૧૦ ભારતીય માછીમારોને પણ ઈજા થઈ છે. રામેશ્વરમાંથી ૨૫૦૦ માછીમારોએ સમુદ્રમાં પોતાની યાત્રા શરૂ કરી હતી. જોકે, શ્રીલંકન નેવીએ તેમને બળજબરીપૂર્વક પરત મોકલી દીધા છે. ચાલુ વર્ષમાં શ્રીલંકા દ્વારા અટકાયત કરાયેલા ૮૦ ભારતીયોને મુક્ત કરાયા પછી શ્રીલંકન નેવીએ આ હુમલો કર્યો છે.