કોલંબોઃ ઈસ્ટર સન્ડેના હુમલામાં શ્રીલંકન સંસદના અધિકારી સહિત છની ધરપકડ થઈ છે. આ છ આરોપીઓ આતંકવાદી સંગઠન એનટીજેને વિવિધ રીતે મદદ કરતા હતા. શ્રીલંકન પોલીસના પ્રવક્તા રૂવાન ગુણસેકરાએ જણાવ્યું હતું કે શ્રીલંકન સંસદનો એક અધિકારી પણ ઈસ્ટર સન્ડેનો હુમલો કરનારા આતંકવાદી સંગઠન એનટીજે સાથે સંડોવાયેલો હતો.