સંરક્ષણ ક્ષેત્રે નિકાસ માટે ઐતિહાસિક ૨૦૦ એમઓયુ

Sunday 09th February 2020 07:06 EST
 

લખનઉઃ કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે ડિફેન્સ એક્સ્પોમાં અત્યાર સુધીમાં ૨૦૦ એમઓયુ કરાયા છે. આ સાથે દાવો કર્યો હતો કે ૨૦૨૪ સુધીમાં ભારત સંરક્ષણ ક્ષેત્રની વિવિધ નિકાસ મુદ્દે પાંચ બિલિયન ડોલરનો ટાર્ગેટ પ્રાપ્ત કરી લેશે. ૨૦૧૮-૧૯માં ૧૦,૭૪૫ કરોડની સંરક્ષણ નિકાસો હતી, જે ૨૦૧૬-૧૭ની સરખામણીએ સાત ગણી વધુ છે. મને પૂરો વિશ્વાસ છે કે ૨૦૨૪ સુધીમાં સંરક્ષણ ક્ષેત્રે આપણે પાંચ બિલિયન ડોલરનો ટાર્ગેટ પ્રાપ્ત કરી લઈશું.

સંરક્ષણ સચિવ અજય કુમારે જણાવ્યું હતું કે લખનઉમાં આયોજિત ડિફ એક્સ્પોમાં ૧૦૦ એમઓયુ થવાનો ટાર્ગેટ હતો, જ્યારે આ વખતે ૨૦૦ જેટલા એમઓયુ પર સહી કરવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્રોમાં આ એક નવા ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter