નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ ૧૮ નવેમ્બરથી શરૂ થશે અને તે ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્રમાં સરકાર અનેક મહત્ત્વપૂર્ણ વટહુકમોને સંસદમાં પસાર કરાવવા પર ભાર મૂકશે જ્યારે વિપક્ષ આર્થિક મંદી અને કાશ્મીર જેવા મુદ્દા ઉઠાવી શકે છે. ઓટો સેક્ટરની મંદી અને કાશ્મીરનો મુદ્દો તાજેતરના દિવસમાં ખૂબ ચર્ચામાં છે. કાશ્મીરમાં હજુ પર ઇન્ટરનેટ પર પ્રતિબંધ છે. શિયાળુ સત્રમાં ઓટો સેક્ટરથી લઇને આર્થિક મંદી મુદ્દે સરકાર વિરુદ્ધ વિપક્ષ દલીલો કરી શકે તેવી સંભાવના છે.

