નવી દિલ્હીઃ નવરચિત લોકસભાનું ચોમાસુ સત્ર ૧૭ જૂનથી શરૂ થઈ રહ્યું છે. સંસદીય સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષનો સહકાર મળે તે હેતુસર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોષી, રાજ્યકક્ષા પ્રધાન અર્જુનરામ મેઘવાલ તેમજ કૃષિ ખેડુત કલ્યાણ બાબતના પ્રધાન નરેન્દ્રસિંહ તોમર ૧૦ જનપથ ખાતે પહોંચીને સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી.