સજાતીય સંબંધો અંગે સરકારની સુપ્રીમમાં ગુલાંટ

Thursday 12th July 2018 07:54 EDT
 

નવી દિલ્હી: આઈપીસીની ધારા ૩૭૭ની અત્યાર સુધી જોરદાર તરફેણ કરી રહેલી કેન્દ્ર સરકારે અચાનક ગુલાંટ મારી દીધી છે. સરકારે ૧૧મી જુલાઈએ જણાવ્યું હતું કે, બે પુખ્ત સમલૈંગિકો વચ્ચે સંમતિથી થતા સમાગમને અપરાધ ઠેરવતી આઈપીસીની ધારા ૩૭૭ની યોગ્યતા પર સરકાર કોઈ વલણ નહીં અપનાવે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, અમે આ નિર્ણય અદાલતનાં ડહાપણ પર છોડી દઈએ છીએ. ગૃહમંત્રાલયે સરકારના આ નિર્ણયની જાણ કરતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter