સતત ત્રીજા વર્ષે મહારાષ્ટ્ર સૌથી ભ્રષ્ટ રાજ્ય

Wednesday 06th December 2017 07:28 EST
 

મુંબઈઃ સતત ત્રીજા વર્ષે મહારાષ્ટ્ર રાજ્ય 'સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતા રાજ્ય' તરીકે ઊભરી આવ્યું છે. પહેલી ડિસેમ્બરે જાહેર કરાયેલી નેશનલ ક્રાઇમ રેકોર્ડઝ બ્યુરો (એનસીઆરબી)ની માહિતી મુજબ ૨૦૧૬માં મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચારના ૧,૦૧૬ કેસ નોંધાયા હતા.
સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવતા રાજ્યોની યાદીમાં ૫૬૯ કેસ સાથે બીજા ક્રમે ઓડિશા છે. ભારતમાં નોંધાયેલા ભ્રષ્ટાચારના કુલ કેસો પૈકી ૨૨.૯ ટકા કેસ મહારાષ્ટ્રના હતા. આમાં રાહત આપતી હકીકત એ છે કે મહારાષ્ટ્રમાં ૨૦૧૪ અને ૨૦૧૫ની તુલનાએ ૨૦૧૬માં ભ્રષ્ટાચારના ઓછા કેસ નોંધાયા છે. ૨૦૧૪માં આવા ૧,૩૧૬ તથા ૨૦૧૫માં ૧,૨૦૯ કેસ નોંધાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter