નવી દિલ્હીઃ સન ફાર્માસ્યુટિકલ લિમિટેડે અમેરિકા સ્થિત ઓર્ગેનોન એન્ડ કંપનીને 11.75 બિલિયન ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી છે. ભારતીય ચલણમાં જોઇએ તો રૂ. 1.10 લાખ કરોડનો આ સોદો સંપૂર્ણ રોકડમાં થશે. કંપની શેરદીઠ 14 ડોલરના ભાવથી ઓર્ગનોનના તમામ શેર ખરીદી લેશે. ઓર્ગેનોન વૈશ્વિક હેલ્થકેર કંપની છે. વર્ષ 2021માં મર્ક (Merck)માંથી અલગ થયેલી આ કંપની અમેરિકા અને કેનેડા સિવાયના દેશોમાં MSD તરીકે ઓળખાય છે. સન ફાર્મા દ્વારા ઓર્ગેનોનનું આ એક્વિઝિશન કોઈપણ ભારતીય કંપની દ્વારા વિદેશોમાં થનારું બીજા ક્રમનું સૌથી મોટુ એક્વિઝિશન છે. આ અગાઉ ટાટા સ્ટીલે વર્ષ 2007માં કોરસને 12 બિલિયન ડોલરમાં ખરીદી હતી. સન ફાર્મા ઓર્ગેનોનને ખરીદી લેશે તે સાથે તેનો બિઝનેસ વિશ્વના 150 દેશોમાં ફેલાઈ જશે.
(વિશેષ અહેવાલ - પાન 09)


