નવી દિલ્હીઃ સરકાર રોજગારી અને ખોરાક આપી ન શકતી હોય તો ભિક્ષાવૃત્તિ ગુનો કેવી રીતે ગણાય તેવું દિલ્હી હાઇ કોર્ટે અવલોકન કર્યું હતું. હાઇ કોર્ટમાં ભિક્ષાવૃત્તિને ગુનો ન ગણવાની માગણી સાથે થયેલી બે અરજીની સુનાવણીમાં કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, વ્યક્તિ કારમી જરૂરિયાત હોય ત્યારે જ ભીખ માગે છે, કોઈ ભિક્ષાવૃત્તિ પસંદ કરતું નથી. જસ્ટીસ ગીતા મિત્તલ અને સી કરી શંકરની બેંચે જણાવ્યું હતું કે, કોઈને કરોડો રૂપિયા આપો તો પણ તે ભીખ માગવાનું પસંદ નહીં કરે, પરંતુ કેટલાકની તીવ્ર જરૂરિયાતને કારણે હાથ લંબાવવો પડે છે. સરકાર રોજગારી કે ખોરાક ન આપી શકે તો ભારતમાં ભિક્ષાવૃત્તિ ગુનો કેવી રીતે ગણાય?