સરકારી યોજનાના ૩૦ કરોડ લાભાર્થીઓ માટે કોલસેન્ટર

Wednesday 12th September 2018 06:38 EDT
 

નવીદિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓ મોદી સરકારની સિદ્ધિઓ પર લડાશે. પાર્ટી મોદી સરકારની કલ્યાણ યોજનાઓના ૩૦ કરોડ લાભાર્થીઓનો સંપર્ક કરશે. આ માટે કોલસેન્ટર ખોલવામાં આવી રહ્યાં છે. આપણે મોદી સરકારની ગરીબ કલ્યાણ યોજનાઓના ૩૦ કરોડ લાભાર્થી સુધી પહોંચવાનું છે. આપણે ૨૦૧૯માં પ્રચંડ બહુમતી સાથે જીતવાનું છે. રાષ્ટ્રીય કારોબારીને સંબોધન કરતાં અમિત શાહે વિપક્ષના જોડાણ પર આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે પ્રસ્તાવિત વિપક્ષી મહાગઠબંધનને જુઠ્ઠાણાં અને બનાવટનો સંગમ ગણાવ્યો હતો. શાહે જણાવ્યું હતું કે, વિપક્ષો નકારાત્મક ભૂમિકામાં આવી ગયાં છે. તેમણે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળ થયાં નહોતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter