શ્રીનગરઃ ગત વર્ષે કાશ્મીરમાં હિઝબુલના આતંકી બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો. જે બાદ અલગાવવાદીઓએ તકનો લાભ લઇને બુરહાનને કાશ્મીરના શહીદનો દરજ્જો આપી ઠેર ઠેર હિંસાઓ ભડકાવી હતી. આ દરમિયાન આશરે ૮૧ જેટલા લોકોએ ગત વર્ષે જીવ ગુમાવ્યો હોવાનું મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ ૩જી જાન્યુઆરીએ જણાવ્યું હતું. કાશ્મીરના મુખ્ય પ્રધાને અન્ય કેટલાક ચોંકાવનારા આંકડા પણ જારી કર્યા હતા. જેમાં જણાવાયું હતું કે કાશ્મીરમાં એક તરફ સૈન્ય દ્વારા ૧૫૦ જેટલા આતંકીઓને ગત વર્ષે ઠાર મારવામાં આવ્યા હતા. તો બીજી તરફ બુરહાન વાનીને મારવામાં આવ્યો તે બાદ આશરે ૬૦ જેટલા કાશ્મીરી યુવાઓ આતંકવાદી બની ગયા છે. જે બહુ જ ગંભીર બાબત છે.