મુંબઈઃ મુસ્લિમ બિરાદરોમાં મહત્ત્વપૂર્ણ મનાતી હજ યાત્રા માટે ભારતમાંથી રવાના થનાર સવા લાખ યાત્રાળુઓના પ્રવાસને માંડ ત્રણ અઠવાડિયા બાકી છે ત્યાં અનિશ્ચિતતા સર્જાઈ છે. હજ કમિટી ઇન્ડિયા મારફત જતા ૧.૨૦ લાખ યાત્રાળુઓના વિઝા હજુ સાઉદી અરેબિયા તરફથી પાછા મળ્યા નથી. બીજી તરફ, ખાનગી ટુર્સ કંપનીઓ મારફત ૩૬,૦૦૦ જગ્યાના ક્વોટાને પણ હજુ મંજૂરી મળી નથી. સાઉદી સરકારે આ વર્ષે વિઝા ઇસ્યુ કરવામાં નવી વ્યવસ્થા ગોઠવી છે, જેના કેટલીક ટેકનિકલ કારણોસર આ વિલંબ થઈ રહ્યો છે એવું હજ કમિટી ઓફ ઇન્ડિયાનું કહેવું છે.