સાંસદ અર્જુન સિંહ ભાજપ છોડીને ફરીથી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા

Saturday 28th May 2022 06:18 EDT
 
 

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપને વધુ એક આંચકો લાગ્યો છે. ભાજપ સાંસદ અર્જુન સિંહ આજે ફરીથી તૃણમુલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તેમણે પોતાના આ નિર્ણયને ઘરવાપસી તરીકે દર્શાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તૃણમુલ સાથેના તમામ મતભેદો દૂર કરી લેવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળ ભાજપના ઉપ પ્રમુખ અર્જુન સિંહનું સ્વાગત તૃણમુલના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી દ્વારા દક્ષિણ કોલકાતા સ્થિત તેમની ઓફિસમાં કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય અર્જુન સિંહ 1998થી તૃણમુલ કોંગ્રેસ સાથે જોડાયેલા હતાં. જોકે, 2019ની લોકસભા ચૂંટણી અગાઉ તૃણમુલ સાથે કેટલાક મતભેદ સર્જાતા તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પૂર્વ કેન્દ્રીય બાબુલ સુપ્રિયો અને પાંચ ધારાસભ્યો ભાજપ છોડીને તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા હતાં. છેલ્લાક સપ્તાહથી અર્જુન સિંહ આક્ષેપ કરી રહ્યાં હતાં કે કેન્દ્રની ભાજપ સરકાર પશ્ચિમ બંગાળના શણ ઉદ્યોગની અવગણના કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter