સારાની ગ્રેજ્યુએશન સેરેમનીમાં સચિન-અંજલિ હાજર રહ્યા

Saturday 15th September 2018 07:30 EDT
 
 

લંડનઃ ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર સચિન તેંડુલકરની ૨૦ વર્ષીય પુત્રી સારા તેંડુલકરે લંડનની યુનિવર્સિટી કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતુ. તેની ગ્રેજ્યુએશન સેરીમનીમાં સચિન તેંડુલકર અને અંજલી ખાસ હાજર રહ્યા હતા. સચિને તેની પુત્રી અને પત્ની સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

સારાએ ગત ૭ સપ્ટેમ્બરે મેડિસિન ફેકલ્ટીમાં તેનું ગ્રેજ્યુએશન પુરુ કર્યું હતુ. સારાની માતા અને લેજન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરની પત્ની અંજલી પોતે પણ ડોક્ટર છે.

સચિને સોશિયલ મીડિયા પર તસવીરો શેયર કરતાં ટ્વીટર પર લખ્યું હતું કે, તેં હજુ ગઈકાલે જ યુનિવર્સિટી કોલેજ લંડનમાં જોડાવા માટે વિદાય લીધી હોય તેવું મને લાગે છે. અંજલી અને મને તારા પર ખુબ જ ગર્વ છે. સારા તુ આગળ વધીને દુનિયાને સર કર.

સારાએ ઈન્સ્ટાગ્રામ પર ગ્રેજ્યુએશન સેરેમનીના ડ્રેસમાં પોતાની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતુ કે, ‘આઇ ડીડ વ્હોટ?’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter