મુંબઈ: ઇન્ડિયન આઇડલ 12ના વિનર પવનદીપ રાજનને રવિવારે રાત્રે કાર અકસ્માતમાં ગંભીર ઈજા થતાં નોઈડાની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પવનદીપ ઉત્તરાખંડથી દિલ્હી આવતો રહ્યો હતો ત્યારે રાતે ત્રણ વાગ્યાના અરસામાં કારચાલકને ઝોકું આવી ગયું હતું. આથી કાર હાઈવે પર ઊભેલાં ટેન્કર સાથે અથડાઈ ગઈ હતી. પવનદીપ ઉપરાંત મિત્ર અજય મહેરા તથા ડ્રાઈવર રાહુલ સિંઘ પણ અકસ્માતમાં ગંભીર ઘવાયા છે. પવનદીપને પગ ઉપરાંત પાંસળીના ભાગે અનેક ફ્રેકચર ઉપરાંત માથાંના ભાગે પણ ઈજાઓ થયાનું કહેવાય છે.