સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર તબક્કાવાર પ્રતિબંધ

Thursday 26th September 2019 06:03 EDT
 

નવી દિલ્હીઃ મોદી સરકારે બીજી ઓક્ટોબરથી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે પણ આ નિર્ણયનો અમલ એક સાથે નહીં પણ તબક્કાવાર કરવામાં આવશે. દેશની ટોપ એન્ટિ પોલ્યુશન બોડી સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને ૨૦૨૨ સુધીમાં ખતમ કરવા માટે રોડમેપ તૈયાર કરી રહી છે. જે પ્લાસ્ટિકનો ઉપયોગ પર્યાવરણ માટે ખતરારૂપ છે એનો ઉપયોગ બંધ કરીને એનો વિકલ્પ આપવા માટે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીને સૂચનો આપવા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પણ દેશના અનેક વિસ્તારોમાં પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર મુકાયેલા પ્રતિબંધનો કડકાઈથી અમલ થઈ રહ્યો છે. આગામી મહિનાથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપરના પ્રતિબંધ આકરા બનાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter