નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે બે સગીરાઓના બળાત્કારના કેસમાં પકડેલા ૩૮ વર્ષીય વ્યક્તિના ખુલાસાથી પોલીસને આઘાત લાગ્યો હતો. તેણે જણાવ્યું કે, ૧૨ વર્ષમાં તેણે ૫૦૦ જેટલી છોકરીઓનું જાતીય શોષણ કર્યું હતું. વ્યવસાયે દરજી એવી આ વ્યક્તિનું નામ સુનીલ રસ્તોગી છે. તેણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં તેણે ૨,૫૦૦ છોકરીઓ સાથે જાતીય સતામણીના પ્રયાસ કર્યા છે. થોડા સમય પહેલાં બે સગીરાનાં અપહરણના કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે ૧૪મીએ આ વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસતપાસ દરમિયાન તેણે પોતાના ગુના કબૂલ્યા હતા. આ દરમિયાન ૬૦ જેટલા સતામણીના કેસની ખરાઈ કરી હતી.