નવી દિલ્હીઃ ભારત સરકારે સિવિલ સર્વિસની જમ્મુ-કાશ્મીરની કેડર ખતમ કરી છે. જમ્મુ-કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ ૨૦૧૯માં સુધારા અંતર્ગત આ અધિસૂચના બહાર પડાઈ છે.
આ આદેશ મુજબ જમ્મુ-કાશ્મીરના આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારી હવે એજીએમયુટી કેડર (અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને યુનિયન ટેરેટરી કેડર)નો હિસ્સો હશે. આ અગાઉ જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂક બીજા રાજ્યોમાં થતી નહોતી. સરકારે કરેલા નવા આદેશ પછી હવે જમ્મુ-કાશ્મીરના અધિકારીઓની બીજા રાજ્યોમાં પણ નિમણૂક થઈ શકશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવાનો નિર્ણય કર્યો હતો.

