નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ લખનઉમાં ખાનગી તબીબી કોલેજના વિભાગમાં પતાવટ માટે કાવતરું ઘડ્યું હોવાના આક્ષેપસર ઓડિશા હાઇ કોર્ટના પૂર્વ જજ આઈ. એમ. કુદુસી અને અન્ય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ છે. ઓડિશા હાઇ કોર્ટના પૂર્વ જજ ઉરાંત સીબીઆઈએ ભાવના પાંડે, ભગવાનપ્રસાદ યાદવ, પલાશ યાદવ, સુધીરગિરિ, બિશ્વનાથ અગ્રવાલ તેમજ રામદેવ સારસ્વત સામે ભ્રષ્ટાચાર તેમજ ગુનાઈત ષડ્યંત્રના આક્ષેપ મૂક્યા છે. સીબીઆઈએ આક્ષેપ મૂક્યા છે કે પૂર્વ જજ કુદુસીએ બાકીના આરોપીઓની મદદથી ખાનગી કોલેજના સંચાલકોને ગેરકાયદે રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એટલું જ નહીં, રંતુ તેમને તેમની તરફેણમાં જ ચુકાદો આવશે તેવી ખાતરી પણ આપી હતી.