સીબીઆઈ સોહરાબુદ્દીન કેસનો હેતુ પણ સિદ્ધ ન કરી શકી: સ્પેશિયલ કોર્ટ

Friday 04th January 2019 01:54 EST
 

મુંબઈઃ સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે છેલ્લે ૨૨ આરોપીઓને છોડી મૂક્યા હતા. કોર્ટે એ બાબતે કહ્યું છે કે કેસના મુખ્ય તપાસ અધિકારીએ તેમને કહ્યું હતું કે એવા કોઇ સાક્ષીદાર નહોતા કે જે કહી શકે કે કે આ કાવતરું ઘડવાથી આરોપીઓને કોઇ રાજકીય કે પછી આર્થિક લાભ થયો હોય. આરોપીઓને આ બાબતનો ફાયદો થયો હતો. એથી સીબીઆઇ આ કેસનો હેતુ પણ સિદ્ધ કરી શકી નહોતી. પોતાનો ૩૫૮ પાનાનો વિસ્તૃત ચુકાદો આપતાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટના જજ એસ. જે. શર્માએ સોમવારે કહ્યું હતું કે, સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસ એવો મામલો હતો કે જેમાં રાજકીય અને નાણાકીય લાભ એમ બંને ઉદ્દેશ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter