સુકમાનું રામમંદિર 21 વર્ષ બાદ ફરી ખૂલ્યું

Wednesday 17th April 2024 09:53 EDT
 
 

સુકમા (છત્તીસગઢ)ઃ છત્તીસગઢના માઓવાદી હિંસાથી સૌથી વધારે પ્રભાવિત બસ્તર જિલ્લાના સુકમાના એક ગામમાં 21 વર્ષના લાંબા અરસા બાદ રામમંદિરમાં ઘંટારવનો નાદ સંભળાયો હતો. માઓવાદીઓએ ધાકધમકી આપીને 21 વર્ષ પહેલા આ દેવાલયમાં ભગવાનનું પૂજન બંધ કરાવી દીધું હતું. એટલું જ નહીં, નક્સલીઓએ ગ્રામીણોને મંદિરમાં દર્શને નહીં જવાનો આદેશ આપ્યો હતો. જોકે કેન્દ્રીય અર્ધલશ્કરી દળ સીઆરપીએફના જવાનોએ આ મંદિરની સાફ-સફાઇ કરાવી મંદિરને ફરી વાર દર્શન માટે ખુલ્લું મૂક્યું અને 21 વર્ષ બાદ અહીં પ્રભુ શ્રી રામની આરતી-પૂજા થઇ હતી. આ પ્રસંગે ધર્મપ્રેમી ગ્રામીણોએ જય સિયારામના નારાથી આકાશ ગજવી નાખ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter