સુપ્રીમના વકીલ ઇન્દિરા જયસિંહ, પતિ ગ્રોવરની એનજીઓ પર દરોડા

Friday 12th July 2019 08:12 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇના અધિકારીઓએ ૧૧મીએ સુપ્રીમ કોર્ટના વકીલ ઇન્દિરા જયસિંહ અને તેમના પતિ આનંદ ગ્રોવરના ઠેકાણે દરોડા પાડ્યા હતા. ન્યૂઝ એજન્સી પ્રમાણએ, આ કાર્યવાહી વિદેશી વિનિમય અધિનિયમ ૨૦૧૦ના ઉલ્લંઘનના મામલામાં કરવામાં આવી છે. તપાસ એજન્સીએ દિલ્હી અને મુંબઈ સ્થિત એનજીઓ લાયર્સ ક્લેક્ટિવની ઓફિસો પર પણ દરોડા પાડ્યા હતા. તેના સંચાલક આનંદ ગ્રોવર છે. એનજીઓ પર વિદેશોથી પૈસા એકઠા કરવામાં ગરબડ કરવાનો આરોપ છે. સીબીઆઇએ ગત દિવોસમાં ગ્રોવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ઇન્દિરાની વિદેશ યાત્રાઓના ખર્ચ સાથે જોડાયેલા મામલો રિપ્રોટસ પ્રમાણે, એનજીઓના ફંડિગમાં ગરબડનો મામલો ૨૦૦૯થી ૨૦૧૪ વચ્ચેનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter