સેના માટે રૂ. ૪૧૬૮ કરોડના ખર્ચે છ અપાચે હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી

Friday 18th August 2017 08:23 EDT
 
 

નવી દિલ્હીઃ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ સંરક્ષણ મંત્રાલયે ૧૭મી ઓગસ્ટે ઇન્ડિયન આર્મી માટે અમેરિકાની જાયન્ટ કંપની બોઇંગ પાસેથી રૂ. ૪૧૬૮ કરોડના ખર્ચે છ અપાચે હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી આપી છે. ઇન્ડિયન આર્મીને પ્રથમ વખત હુમલો કરી શકે તેવા હેલિકોપ્ટર મળશે. સપ્ટેમ્બર, ૨૦૧૫માં ભારત સરકારે અમેરિકાની કંપની બોઇંગ તથા અમેરિકાની સરકાર સાથે ૨૨ અપાચે હેલિકોપ્ટર અને ૧૫ ચિનોક હેલિકોપ્ટર ખરીદવા અંગે સમજૂતી કરી હતી. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર એએચ-૬૪-ઇ હેલિકોપ્ટરની સાથે વેપન્સ સિસ્ટમ, સ્પેરપાર્ટ્સ પણ સાથે આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter