સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ લોકાર્પણ માટે તૈયાર

Wednesday 07th September 2022 16:40 EDT
 
 

રાજધાની દિલ્હીમાં નવનિર્મિત સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તાજેતરમાં તેની કેટલીક તસવીરો જારી કરવામાં આવી છે. સૂત્રોના મતે 8 સપ્ટેમ્બરે તે જાહેર જનતા માટે ખૂલી જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તે દિવસે સેન્ટ્રલ વિસ્ટાનું લોકાર્પણ કરશે. વડા પ્રધાન મોદી તે દિવસે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું પણ અનાવરણ કરશે તેવા અહેવાલ છે. 
રાજપથ હવે બનશે કર્તવ્યપથ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીના રાજપથનું નામ બદલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. તેને આગામી સમયમાં કર્તવ્યપથ તરીકે ઓળખવામાં આવે તેવી શક્યતાઓ છે. સૂત્રોના મતે નેતાજીની પ્રતિમાથી રાષ્ટ્રપતિ ભવન સુધીના સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂના માર્ગને કર્તવ્યપથ નામ આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter