મુંબઈઃ સેબીની વિશેષ અદાલતે ૨૭મી ફેબ્રુઆરીએ પૂર્વ શેરબ્રોકર કેતન પારેખ અને તેમનાં એક સગાં કાર્તિક પારેખને સેબી દ્વારા લાદવામાં આવેલી પેનલ્ટી નહીં ચૂકવવાના દોષિત ઠેરવી ૩ વર્ષની કેદની સજા અને પાંચ - પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત આ કેસમાં નવીનચંદ્ર પારેખ અને કીર્તિકુમાર પારેખને સેબીકોર્ટના સ્પેશિયલ જજ વી. સી. બર્દેએ નિર્દોષ છોડી મૂક્યા હતા. જોકે તેમના પર લાદવામાં આવેલી રૂપિયા ૩.૨૫ લાખની પેનલ્ટી સેબીમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો. અદાલતે કાર્તિક પારેખની સજાને સસ્પેન્ડ રાખીને અપીલ કરવાની તક આપી છે જ્યારે કેતન પારેખ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.