સોનમ કપૂરના સસરાની એક્સ્પોર્ટ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી

Friday 18th March 2022 05:44 EDT
 
 

ફરિદાબાદ:ફરિદાબાદ પોલીસે એક સોફિસ્ટિકેટેડ સાઇબર ક્રિમિનલની ગેંગ ઝડપી લીધી છે, જેણે ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરના સસરાની કંપની સાથે 27 કરોડ રૂપિયાથી વધારે રકમની છેતરપિંડી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ સાઇબર ગુનેગારો સોનમ કપૂરના સસરા હરીશ આહૂજાની ફરિદાબાદ સ્થિત ફર્મ શાહી એક્સ્પોર્ટ ફેક્ટરી સાથે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટના આધારે છેતરપિંડી કરતા હતા અને તે પછી રકમ સગેવગે કરી નાંખતા હતા.
આ સાઇબર ફ્રોડની મોડસ ઓપરેન્ડીને સમજાવતા ફરિદાબાદ પોલીસના ડેપ્યુટી કમિશનર નીતીશ અગ્રવાલે જણાવ્યું હતું કે સરકાર નિકાસકાર ફર્મને ROSCTL લાઇસન્સ હેઠળ કેટલીક રાહતો આપે છે, જેનાથી તેમને એક્સાઇઝ અને કસ્ટમ ડયૂટીમાં રિબેટ મળતું હોય છે. ROSCTL લાઇસન્સ એ કેટલાક લાખો રૂપિયાની ડિજિટલ કૂપન જેવી હોય છે જેના આધારે કંપનીઓને ટેક્સ અને ડયૂટીમાં રિબેટ મળતું હોય છે. ગઠિયાઓ આનો દુરુપયોગ કરીને 27 કરોડ રૂપિયાથી વધુ રકમની ગુપચાવી ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter