સોનમ વાંગચુકને રોલેક્સ પુરસ્કાર

Friday 18th November 2016 09:33 EST
 
 

શ્રીનગરઃ ‘થ્રી ઇડિયટ્સ’માં આમિર ખાને જે ફુનસુક વાંગડુ નામ અપનાવ્યું હતું તે મૂળે તો લદાખના ઇજનેર સોનમ વાંગચુકથી પ્રેરિત હતું. આમિરે ફિલ્મમાં તેમના વ્યક્તિત્વ આધારિત ભૂમિકા જ નિભાવી હતી. રોલેક્સ એવોર્ડ માટે વાંગચુકની પસંદગી થઇ છે. રોલેક્સ એવોર્ડ વિશ્વભરના ૧૪૦ લોકોને આપવામાં આવે છે.

વાંગચુક હાલમાં એવા પ્રતિભાવાન બાળકો કે જેમને આગળ વધવાની તક નથી મળતી તેમને આગળ વધારવાની કામગીરી કરી રહ્યા છે. તેઓ શિક્ષણ અને પર્યાવરણ માટે કાર્ય કરે છે. તેમણે પોતાના કાર્ય માટે એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદાખ નામે સંસ્થા ચલાવે છે.

લદાખમાં શિક્ષણક્ષેત્રે કાર્ય

સોનલ એ વાત સમજાઇ ગઇ હતી કે બાળકોને સૌથી વધુ તકલીફ ભાષા સમજવામાં પડે છે. રાજ્યની સરકાર સાથે મળીને તેમણે પાઠયપુસ્તકોને સ્થાનિક ભાષામાં તૈયાર કરવાનું કામ કર્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter