સોનિયા ગાંધીએ બંધારણ મુજબ કામ કરવા ઉદ્ધવ પાસે લેખિત બાંહેધરી લીધી હતીઃ કોંગ્રેસ

Thursday 30th January 2020 07:45 EST
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર કોઇ પણ બંધારણની બહાર જઈને કામ કરશે તો કોંગ્રેસ પક્ષનો તેને સાથ મળશે નહીં. એવું સંબોધન રવિવારે નાંદેડમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા તથા પ્રધાન અશોક ચવ્હાણે કર્યું હતું. તેમણે મહાવિકાસ આઘાડી સરકારની રચના વખતે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એમ ત્રણેય પક્ષ વચ્ચે થયેલા કરારનો ખુલાસો કર્યો હતો.

અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષ અંતે ત્રણ અલગ વિચાર ધરાવતી સરકાર ચાલશે કેવી રીતે? એવા સવાલ સાથે કોંગ્રેસી નેતા સોનિયા ગાંધીએ ત્રણે પક્ષની સરકારનો (મહાવિકાસ આઘાડી) વિરોધ કર્યો હતો. જોકે અંતે બંધારણની બહારનું કામ નહીં થાય એવા શિવસેનાના લેખિત કરાર પછી ગઠબંધન થયું હતું. જો શિવસેના દ્વારા બંધારણ વિરુદ્ધ કૃત્ય કરાશે તો અમે તાબડતોબ સરકારની બહાર જઇશું. એવું અશોક ચવ્હાણે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter