કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં ૧૨મી ફેબ્રુઆરીએ રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ, માતા - પુત્રએ ૨૦ ફેબ્રુઆરીએ હાઈ કોર્ટમાં હાજર રહેવાની જરૂર નહીં રહે. અલબત્ત, બંને કોર્ટની કાર્યવાહીમાં દખલ પણ દઈ શકશે નહીં. સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે સોનિયા અને રાહુલને ૨૦મી કોર્ટમાં હાજર નહીં રહે તો ચાલશેની છૂટ આપી છે. સુપ્રીમના આ નિર્ણય બાદ આ કેસના ફરિયાદી ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ બંનેની વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિનો વિરોધ કર્યો હતો.